ગુજરાત ને સાચા અર્થ માં ગુજરાત નો અર્થ આપનાર રાજા એટલે જયસિંહ સોલંકી પણ માત્ર રાજા કહેવું યોગ્ય નથી તે સાર્વભૌમ અને 18 પ્રદેશ ના સ્વામી હતા તેથી જ સિદ્ધરાજ ની પદવી ઉચિત છે, તેમનાં રાજ્યનો વિસ્તાર ઉત્તરમાં સપાદલક્ષ રાજ્ય થી (આજનું અજમેર) અને દક્ષિણમાં કોંકણ સુધીના વિસ્તારોનો સમાવેશ થતો હતો. પશ્ચિમમાં કચ્છથી લઇને બુંદેલખંડ સુધી તેમનાં રાજ્યની હદ હતી.આધુનિક, મેવાડ, મારવાડ, માળવા અને સાંભાર સુધીના વિસ્તારો તેના રાજ્યનો ભાગ હતાં. નીચેનો શ્લોક તેની સાક્ષી પુરે છે.
” कर्णाटे,गुर्जरे लाटे सौराष्ट्रे कच्छ सैन्धवे
उच्चाया चैव चमेयां मारवे मालवे तथा
कौकंणे च महाराष्ट्रे कीरे जालंधर पुनः
सपादलक्षये मेवाडे दीपा मीराख्ययोरपि ”– ( कुमारपाल प्रबंध पृष्ठ: १११ )
કર્ણદેવ એટલે ભીમદેવ ના પુત્ર જેમને કર્ણાવતી વસાવ્યું હતું ને લાટ પ્રદેશ સુંધી રાજ્ય વિસ્તાર કર્યો હતો. સિદ્ધરાજ ફક્ત ૧૩ વર્ષનાં હતાં ત્યારે તેમના પિતા કર્ણદેવનું અવસાન થયું. તેઓ બાળવયે ગાદી પર આવ્યાં અને તેમની સગીર અવસ્થા દરમિયાન તેમની માતા મીનળદેવીએ રાજમાતા તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.

નામ: સિદ્ધરાજ જયસિંહ સોલંકી
પિતા: કર્ણદેવ ભીમદેવ સોલંકી (પ્રથમ)
માતા: મીનળદેવી (Mayanalla-devi.)
વંશ: સોલંકી (ચાલુક્ય / ચૌલુક્ય)
જન્મ: ઈ.સ 1081
રાજ્યભિષેક: ઈ.સ 1096 (ઉંમર 15 વર્ષ , વિક્રમસંવત ૧૧૨૦ પોષ વદ તીજ, શનિવાર)
અવસાન: ઈ.સ 1143 (વિક્રમસંવત ૧૧૯૯ કાર્તિક સુદ બીજ)
Nice bro this real story
Thank You
Nice bapu
A superb history bhai