ચારિત્ર્ય દેવો ભવ:

પ્રારંભ થી કોઈ કોઈનું મિત્ર કે શત્રુ નથી હોતું, બધા પોત પોતાના કાર્ય-અનુસાર મિત્ર કે શત્રુ બને છે.

જરૂરી નથી કે તમે જે વિચારો છો એ સત્ય જ હોય, ક્યારેક તમે કોઈક ને ખરાબ સમજો છો પણ
તેવી જ રીતે બીજુ કોઈ તમને ખરાબ સમજતું હોય.

જેવી દ્રષ્ટિ હોય એવી સૃષ્ટિ દેખાય
તમે જેવા છો એવા તમે બીજા ને જોવાનો પ્રયત્ન કરો છો એટલે તો સારા માણસ ને બધા સારા અને ખામી યુક્ત દેખાય છે અને કેટલાક લોકો ને બસ ખામીઓ જ દેખાય છે.

કેટલાક ને ચંદ્ર સુંદર લાગે તો કેટલાક ને તેમાં દાગ નજર આવે છે.

ક્રોધથી ભરાયેલા હનુમાનજી ને અશોકવાટિકા ના સફેદ ફૂલ પણ લાલ દેખાયા હતા.

વિચારજો ખરા ….

માણસ ની આદત પર થી અંદાજો ના લાગાવી શકાય કે એ સારું છે કે ખરાબ ક્યારેક દારૂ પીવા વાળો પણ સારો હોય અને ભગત પણ ના ખાનારો ગઠિયો નીકળે..

મારા દાદા એક કહેવત હંમેશા થી કહે છે ” સાખે શાહ રળી ખાય સાખે ચોર માર્યો જાય ”

શાહ એટલે કે વાણિયો એની સાખ એટલે કે Impression ના કારણે થોડું થોડું કપટ કરી ને પણ કમાય લે અને ચોર બિચારો સારો બનવા જાય તોયે એના પૂર્વ કર્મો વચ્ચે આવે..

પૈસા, રૂપ, ભણતર, સંપત્તિ, જમીન, મિત્રો કે સગા કરતા પણ સૌથી વધારે અગત્ય નું છે તો એ છે *”ચારિત્ર્ય”* એટલે કે તમારું Character.

“ચારિત્ર્ય દેવો ભવ:”
જય શ્રી કૃષ્ણ

Related Stories

Discover

ખુદ ના અંદર એક ઝાંખી

હું ખુદ ને પણ ના સમજી શકતો એક સામાન્ય માનવી , જ્યારે બીજા થી...

સિદ્ધરાજ જયસિંહ

ગુજરાત ને સાચા અર્થ માં ગુજરાત નો અર્થ આપનાર રાજા એટલે જયસિંહ સોલંકી પણ માત્ર...

તલવાર અને કુરાન

અલ્લાઉદ્દીન ખીલજીએ ઇ.સ. 1299 માં પાટણના રાજા કર્ણદેવ વાઘેલાને પરાજિત કરતાં ગુજરાત માં સોલંકી...

Popular Categories

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here