હું ખુદ ને પણ ના સમજી શકતો એક સામાન્ય માનવી , જ્યારે બીજા થી પોતાને સમજવાની આશા રાખી બેસું છું ત્યારે દુઃખી થઉં છુ.
ભૂલ મારી પણ નથી આ માનવ સ્વભાવ છે, સમજવાની જરૂર તો એ છે કે ઉંમર સાથે દિવસે દિવસે હું પણ બદલાઈ રહ્યો છું , મારુ શરીર , સ્વભાવ, પસંદ, નાપસંદ અને આસપાસ નો વર્ગ.
જો હું ખુદ પણ બદલાઈ રહ્યો છું, તો બીજા પણ એવી જ રીતે બદલાઈ રહ્યા હોય તેવું સ્વીકારવું જ રહ્યું. પણ જ્યારે હું આવું સ્વીકારી શકતો નથી ત્યારે મારો વ્યક્તિ કે વસ્તુ પ્રત્યે નો મોહ મારા દુઃખ નું કારણ બને છે.
શરૂઆત માં મને ખામીઓ નથી દેખાતી વ્યક્તિની અથવા જોઈને પણ હું કશું ના જોયું હોય તેમ વર્તુ છું પરંતુ અમુક સમય પછી આજ ખામીઓ મારા મનને ખલેલ પહોંચાળે છે ત્યારે હું દુઃખી થઉ છુ અને ત્યાગ ની ભાવના સાથે એને અણદેખી કરું છું , પરંતુ સત્ય એ નથી, સત્ય એ છે કે મને એ ખામીઓ નથી ગમી રહી અને હું દુઃખી છું.
આદર્શ વ્યક્તિની વ્યાખ્યા માં કોઈ નથી આવતું , ખામીઓ સૌના માં છે, મારામાં છે અને તમારામાં પણ હશે. પણ એ દુઃખ માં પરિવર્તિત થાય એ મોટી તકલીફ છે.
આપણે બધા એ સાંભળ્યું અને વાંચ્યું છે “પારકી આશા સદા નિરાશા” પણ આ વાક્ય કેટલું ઊંડું છે એ ઘણું મોડું સમજાયું હશે. પારકી નહિ પણ પોતાના થી આશાઓ પણ ક્યારેક દુઃખદાયી સાબિત થાય છે.
આશાઓ દુઃખ નું મૂળ છે એટલું કહી શકાય ! દૂર કરવાની કોઇ રીત ?
જવાબ જાતે જ મળી જશે , ઉતવળા ના થાઓ પૂરતો સમય આપો, પ્રેમ ના માંગશો પ્રેમ આપો અને નિસ્વાર્થ આપો . નિસ્વાર્થ ભાવ જો તમને મળી ગયો તમે વગર પ્રયત્ને ખુશ રહશો.
પ્રવાહી બનો જે વાસણ માં આપો આપ ઢળી જાય અને તેનો આકાર ગ્રહણ કરી લે.
ઘન બની રહીશો તો ક્યારેક તૂટી જશો. કેમકે પરિવર્તન એ સંસાર નો નિયમ છે.
જય માતાજી
( આ મારા વિચાર અને અનુભવ છે, જો ના ગમે તો અવગણશો ,સલાહ સુચન આવકાર્ય )