સ્કૂલ ચલે હમ

ત્રણ-ચાર એક વર્ષનો એક નાનો છોકરો હતો. રોજ નવા નવા રમકડાં રમતો તેની જ દુનિયા માં મસ્ત રહેતો.એક દિવસ તેના દાદી એ તેને ફેરિયા પાસે એક નવું રમકડું લઇ આપ્યું, એ હતું એક દફતર (બેગ).

પછી જે થયું એ જોરદાર હતું, એક દિવસ આ છોકરાના મનમાં એવું તો શું આવ્યું કે તે બેગ લઈને બાલમંદિરે ઉપડી ગયો વગર કોઈ ને કીધે કે વગર એડમિશન લીધે. જેમ આમિર ખાન 3 Idiotsમાં કહે છે ને કે ભણવા માટે પૈસા નહિ યુનિફોર્મ જોઈએ તેમ એને મન ભણવા માટે બીજું કશુ નહી પણ ખભે એક થેલો જ જોઈએ.

બાલમંદિર અને શાળા એને આવતા જતા રસ્તામાં જોયેલી હતી અને જાણે એને ખબર પણ પડતી હતી કે અહીં ભણાવાય છે, એ તો ભાઈ ઉપડી ગયો બાલમંદિર.

બાલમંદિર વાળા શિક્ષિકા પણ તેને જોઈ આશ્ચર્યમાં પડી ગયા કે આ છોકરો છે કોણ ? કયા થી આવ્યો, ના તો આનું રજીસ્ટરમાં નામ છે ના તો આને કોઈ મુકવા આવ્યું છે. હવે કરવુ શુ ? છતાં એમને તેને બેસાડ્યો એક બાજુ.

ઘર વાળા આજુબાજુમાં શોધ્યા કરે કે છોકરો ગયો તો ગયો ક્યાં, બહુ શોધ્યા પછી પણ તે ના મળ્યો, છેવટે એક પાડોશી એ નજીકના બાલમંદિરથી તેને શોધી લાવ્યા અને આખી વાત ઘરે આવી જણાવી. અને પછી આ વાત પર બધા બહુ હસ્યાં અને બાળક ની ધગશ જોઈ ને ખુશ પણ એટલા જ થયા હતા.

હા બાલમંદિરમાં તેને દાખલો નહોતો આપ્યો કેમકે એ વખતે તેની ઉંમર ઘણી નાની હતી. વિચિત્ર ! જ્યા ઘણા છોકરાઓ સ્કૂલે ના જવા માટે રડતા હોય છે ત્યાં આ છોકરો વગર એડમિશન લીધે કે વગર કોઈ ને કીધે સ્કૂલ જતો રહ્યો.

આ બાળક બીજું કોઈ નહિ પણ હું જ હતો.આ કિસ્સો દૂધળો તો દૂધળો પણ યાદ ખરો મને.

બાકી સમય સમય નો ખેલ છે અને
પરિવર્તન એ સંસારનો નિયમ છે.

જય માતાજી

(Visited 135 times, 1 visits today)

One Comments

Leave a Reply