Love vs Attachment

 

” યે દુનિયા એક રંગમંચ હૈ ઓર હમ ઉસકી કટપુથ્લીયા ”

 

બોલીવુડ માં ઉપર નું વાક્ય પ્રખ્યાત છે પણ અસલ જિંદગી માં પરિસ્થિતિ એવી પણ હોઈ શકે કે દુનિયા તમારી આસપાસ પરિભ્રમણ કરતી હોય અને તમે વચ્ચે વિચાર માં હોવો કે ભાઈ આ ચાલી શું રહ્યું છે ! આ બધું જાણે તમારા બસ ની બહાર હોય ! પણ થોભો વાસ્તવ માં એવું નથી.

કારણ ગમે તે હોય આ બધું સમજવા અને તેની બહાર આવવા માટે મન (Feelings) અને બુદ્ધિ (Logic) વચ્ચે સમન્વય કરવો પડશે.

તમારા વિચારો અને વ્યક્તિત્વ ના પ્રકારો તમારું મગજ નિયંત્રણ કરે છે , કોઈ વ્યકિત કે વસ્તુ ને જોતા સાથે જ તમે એના વિશે વિચારવા લાગશો અને તમારું  મગજ એક મંતવ્ય રજુ કરશે કે આ વસ્તુ કે વ્યક્તિ તો આવી છે, ભલે તે સારું કે ખોટું ગમે તેવું હોઈ શકે છે. ( In few micro seconds, you judge a person.)

ધારો કે,

કોઈકને રસ્તા પર કાર જોઈ ને ખુશી મળતી હોય તો કોઈક ને જુના કાર અકસ્માતના કારણે દુઃખ અનુભવાતું હોય. આવી જ રીતે કોઈ વ્યક્તિ વિશે પણ આપણું મગજ એક મત નક્કી કરે છે જેના આધાર પર આપણને જેતે વ્યક્તિ ગમે છે અથવા તો નથી ગમતી. આપણા ખાસ મિત્ર સામે આપનું મગજ એક મિત્ર તરીકે વર્તે છે,પિતા સામે પુત્ર ને પુત્રી સામે પિતા આમ દરેક વ્યક્તિ માટે એક નવું આભાસી મગજ (virtual mind) જન્મે છે. જેના સંબધ પ્રમાણે વર્તન કરે છે. જયારે કોઈ નજીકની વ્યકિતને પોતાની માનીને મોહ બાંધી બેસીયે છીએ અને તે અચાનક અજાણ્યું વર્તન કરે તો ખુબજ દુઃખ થાય છે, પણ જયારે કોઈ વ્યક્તિ માટે મોહ નથી હોતો ત્યારે સહેજ પણ દુઃખ નથી થતું, રસ્તા પર મરી પડેલા પ્રાણી માટે કેટલા દિવસ દુઃખ થયું  !

હા પણ જો એ તમારું નજીક નું વ્યક્તિ હશે તો ! ત્યારે તમારું મન વચ્ચે આવશે,અને આવવું પણ જોઈએ સાવ બધા મોહ છોડી દેવા યોગ્ય નથી. બસ સમન્વય કરતા શીખો કે પ્રાથમિકતા (priority) શુ હોવી જોઈએ અને કોની હોવી જોઈએ ?

તમારો પ્રિય મિત્ર તમારા કરતા પહેલા બીજા ને યાદ કરશે તો, દુઃખ થશે પણ એનો અર્થ એ નથી કે તમે બદલા માં એજ કરો, તમારા માં પ્રેમભાવ હશે તો તમે જે હતા એજ રહેશો .તેમનામાં બદલવા તાત્તક્ષણિક હોઈ શકે છે.અને જ્યાં ડર છે એવા સંબધો ને છૂટ આપી દો, તેમને ગમે એજ કરો, બસ પછી ફેર જોવો, અને તો પણ ફેર ના લાગે તો કદાચ તમે પાછળ રહી ગયા અને તે આગળ વધી ગયા હશે.

તમારી આસપાસ દીવાલો તમે જાતે ઉભી કરી છે પણ અસલ માં એ દીવાલો નું અસ્તિવ જ નથી, એ દીવાલો તમારો ડર છે ! ડર, બધા પ્રકાર ના, જેટલી પામવાની ઘેલછા એટલો જ ખોવાનો ડર. (with great power comes great responsibility.)

 

ધારોકે કોઈ Hum અને Tum મિત્ર છે, બંને ના વિચારો જુદા હશે .દરેક આવું ઈચ્છશે કે બીજો તેના વિચાર સમજે પણ તેવું હમેશા શક્ય નથી !

અને જો આ રીલેશન તૂટે એટલે મોર્ડન શબ્દો માં બ્રેકઅપ થાય તો બંને એક બીજા ના વર્તન થી દુખી થશે, પણ જો બંને વચ્ચે હવે કોઈ સંબંધ જ નથી તો જવાબદારી પણ નથી, અને જે પોતાનું જ નથી તો તેના માટે પોતે દુઃખી શા માટે થવું ?

घनी थी उलझन,बैरी अपना मन,अपना ही होके सहे दर्द पराये,दर्द पराये

– Anand Movie

તમારા કાર્યક્ષેત્ર ની બહાર જે કઈ થાય તેના માટે ના તો તમે જવાબદાર છો, ના તો તેના માટે તમારે દુઃખી થવાની કોઈ જરૂર છે,

પ્રેમ શુ છે ? 

સંવેદના, મોહ, સ્વાર્થ,તર્ક, સાથ, આકાંક્ષા કે કામવૃત્તિ ? ના એક પણ નહીં

જો તમે કોઈ ને પ્રેમ કરો છો તો એની અવગણના (ignorance) પણ એને પ્રેમ કરતા નહિ રોકી શકે, અને જો એ તમને પ્રેમ કરતું હશે તો તમારો ગુસ્સો પણ એને તમારા થી દૂર નહી કરી શકે.પ્રેમ આજે હતો કાલે ના હોય એવું ના બની શકે, હા કદાચ પરિસ્થિતિ માં ફેર હોય ત્યારે સમજણ ની જરૂર પડે છે , બંને બાજુ . એક વિશ્વાસ, સત્ય, હું નહિ પહેલા એ ની ભાવના, મારી નહીં એની ખુશી, મારા મત નહીં એના વિચાર.

બધા સંબંધો ને પાંજરા માંથી મુક્ત કરી દો પછી જીવન માં બોજ ઓછો લાગશે.જે તમારું છે એ તમારુ જ રહેશે અને જે તમારું નથી તેને ગમે તેટલું બાંધશો ક્યારેક ઉડી જશે.

 

છૂટવાના ડર થી હું હાથ જ ના પકડું, એ કઈ સમજદારી છે ?

બાકી સમય સમય નો ખેલ છે અને પરિવર્તન સંસાર નો નિયમ છે.

જય માતાજી

(Visited 683 times, 1 visits today)

13 Comments

 • Parth Kotak April 10, 2017 Reply

  Great one

 • juhi kaushik April 10, 2017 Reply

  Awesome Sir

 • jinal bihola April 10, 2017 Reply

  Great thought….

 • sagar ludariya February 19, 2018 Reply

  🙂

 • Kadachha lakhmanbhai p March 24, 2018 Reply

  Nice line sir

 • SAHIL jani March 27, 2018 Reply

  જોરદાર મોટા ભાઈ 🙂

 • unlock_the_sky March 27, 2018 Reply

  ખુબ સરસ લખ્યું છે. લખવાની છટા વખાણવા લાયક છે.

  • Ujjvalsinh Bihola March 27, 2018 Reply

   એ તો વાંચવા વાળા પર પણ નિર્ભર કરે છે.
   આભાર

 • GAJJAR URVASHI July 6, 2018 Reply

  Heart touching ✌️

Leave a Reply